મોરબી:- મોરબી જિલ્લામાં આવતીકાલથી એટલે કે શનિવાર અને રવિવારના રોજ અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આ આગાહી જાહેર કરવામાં આવી છે.આમ બે દિવસ રાજ્યમાં અમુક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ તો અમુક જગ્યાએ છુટો છવાયો ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
આજે તારીખ 5 ના રોજ હવામાન વિભાગ દ્વારા મોરબીમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે જેથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આવતીકાલે એટલે કે 6 તારીખને શનિવારના રોજ મોરબી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે,એટલે અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.
અને તારીખ 7 ને રવિવારના રોજ પણ હવામાન વિભાગ દ્વારા મોરબી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે ત્યારે પણ અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.
ને તારીખ 8 સોમવારના રોજ મોરબી જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે તે દિવસે સામાન્ય વરસાદ પડવાની સંભાવનાઓ છે તેવું હવામાન વિભાગ દ્વારા આગાહીમાં કહેવામાં આવ્યું છે.