Saturday - Jul 04, 2026

સુરજબારી ચેક પોસ્ટ પાસે રૂ.5.50 લાખનો દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો

સુરજબારી ચેક પોસ્ટ પાસે રૂ.5.50 લાખનો દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો

માળીયા પોલીસની રેઇડમાં અન્ય એક શખ્સ નાસી છૂટ્યો

મોરબી : માળિયા મિયાણા પોલીસે સુરજબારી ચેક પોસ્ટ પાસેથી સ્કોર્પિયોમાં રૂ.5.50 લાખના વિદેશી દારૂ સાથે જામનગર પંથકના વોન્ટેડ આરોપીને ઝડપી લઈ તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

માળિયા મિયાણા પોલીસને બાતમી મળેલ કે, કચ્છ તરફથી સ્કોર્પીયો રજી નં- GJ-03-ML-4507માં ઇંગ્લીંશ દારૂનો જથ્થો ભરી જામનગર તરફ જવાની છે. જેના આધારે સુરજબારી ચેક પોસ્ટ પાસે કચ્છ- મોરબી હાઇવે રોડ ઉપર વોચ ગોઠવતા આ કાર મળી આવી હતી. તેમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૪૨૦ કિ.રૂ.૫,૫૦,૮૦૦ના મુદામાલ સાથે દિપકભાઇ ઉર્ફે અટપટુ જયનાદાસ જેઠવાણી ઉ.વ. ૩૪ રહે. જામનગરવાળાને પકડી લેવામાં આવ્યો છે. આ આરોપી પ્રાગપર, પધ્ધર અને જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ વેળાએ જીજ્ઞેશ ઉર્ફે જીગો વિનોદભાઇ ખીજડા નાસી ગયો હતો. પોલીસે કુલ કિ.રૂ. ૧૫,૫૮,૮૦૦નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.