Saturday - Jul 04, 2026

મોરબી જુના RTO પુલ પર આપઘાતના બનાવો અટકાવવા જાળી નાખવાની માંગણી

મોરબી જુના RTO પુલ પર આપઘાતના બનાવો અટકાવવા જાળી નાખવાની માંગણી

મોરબી : મોરબી શહેરમાં આવેલ મચ્છુ -૦૩ માં જુના આરટીઓ ઓફિસ પાસે પુલ ઉપરથી અવારનવાર માણસો આપઘાત કરે છે ત્યારે આ પુલ પુલ પર જારી બાંધવા અથવા પતરા નાખવામાં આવે તો અનેકના જીવ બચે તેમ હોવાથી આ બાબતે મોરબીના સમાજીક કાર્યકરોએ મહાનગરપાલિકાના કમિશ્નર અને કલેક્ટરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.

મોરબી મચ્છુ-૩ ડેમ પર અવાર – નવાર આપઘાતના બનાવો બનતા હોવાથી ચિંતાજનક પરીસ્થીતી સર્જાઈ છે આ સંદર્ભે મોરબીના જાગૃત અને જાણીતા સામાજીક કાર્યકર રાજુ દવેએ જણાવ્યું હતું કે, ડેમ ઉપર બનાવેલ પારાપેટમાં પતરા અથવા સેન્ટીંગ ગોઠવવાથી અનેકના જીવ બચે તેમ છે અને કહેવાય છે કે મનુષ્ય અવતાર એક જ વખત મળે છે. ફરીને મનુષ્ય અવતર મળતો નથી. તો આ મોંઘેરો અવતાર વડેફાઈ નહીં તે માટે અહીંયા લોખંડની જારી અથવા પીલોર ઉભા કરવા અથવા પતરા તાત્કાલીક નાખવામાં આવે. તેમજ મચ્છુ-૩ ડેમની પારાપેટની ઉંચાઈ વધારવામાં આવે અથવા એવી સુવિધા ઉભી કરવામાં આવે જેથી કોઈ વ્યકિત ડેમ પર આપઘાત ન કરી શકે. આપધાત બનાવમ કોઈને કોઈ વ્યક્તિ પોતાના સહારો ગુમાવે છે. કોઈ પત્ની વિધવા બને છે કોઈ સંતાન પિતાની છત્રછાયા ગુમાવે છે સમાજને ઝંઝોડનારી આવી દુઃખદ ઘટનાઓ ફરી ન બને તે માટે તાત્કાલીક સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકવી જ જોઇએ.