Wednesday - May 06, 2026

મોરબી જિલ્લામાં શ્રાવણના સરવડા

મોરબી જિલ્લામાં શ્રાવણના સરવડા

મોરબી જિલ્લામાં શ્રાવણ માસ શરૂ થતા જ શ્રાવણના સરવડા ચાલુ થઈ ગયા છે. હમણાંથી આકાશમાં સતત મેધાવી માહોલ જોવા મળે છે. દિવસ દરમિયાન ગમે ત્યારે છૂટી છવાયો વરસાદ પડે છે. ત્યારે આજે સવારે 11 વાગ્યાની આસપાસ વરસાદનું એક જોરદાર ઝાપટુ વરસી ગયું હતું અને આ વરસાદી ઝાપટાથી ચારેતરફ પાણી પાણી થઈ ગયું હતું. જો કે મોરબી શહેરમાં વરસાદ પડ્યો હતો પણ સામાકાંઠા વિસ્તારમાં એકપણ છાંટો પડ્યો ન હતો. જિલ્લામાં આજે એકંદરે છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. એ સિવાય નોંધપાત્ર વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળ્યા નથી.