Saturday - Jul 04, 2026

વાંકાનેરના પીપળીયા રાજ ગામે શાળાના બે રૂમ ખાલી કરાવતા આરોગ્ય સ્ટાફ રઝળી પડ્યો

વાંકાનેરના પીપળીયા રાજ ગામે શાળાના બે રૂમ ખાલી કરાવતા આરોગ્ય સ્ટાફ રઝળી પડ્યો

વાંકાનેરના પીપળીયા રાજ ગામે 2016ની સાલથી આરોગ્ય કેન્દ્ર ગામની પેટા શાળાના બે રૂમમાં ચાલુ કરવામાં આવ્યું હતું અને ગામના લોકોને  રોગ મુક્ત કરવાની આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મહત્વની ભૂમિકા છે. ત્યારે આ શાળાના બે રૂમ શિક્ષણ માટે ઉપયોગી વિનાના અને ગામલોકોના આરોગ્ય માટે જરૂરી હતા. પણ હવે જિલ્લા શિક્ષણ વિભાગે આ બન્ને રૂમ ખાલી કરવાનો આદેશ આપ્યો છે.

વાંકાનેરના પીપળીયા રાજ ગામના માજી સરપંચએ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરીને જણાવ્યું હતું કે, ગામમાં આરોગ્ય કેન્દ્ર જ્યાં ચાલુ હતું ત્યાંથી હવે ખાલી કરાવવામાં આવ્યું છે. કારણ કે, જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી ગામની પેટા શાળામાં કાર્યરત આરોગ્ય કેન્દ્રનો તમામ સર સામાન અને આરોગ્ય સ્ટાફ બહાર કાઢવામાં આવ્યો છે. શાળામાં સંખ્યા વધતા આરોગ્ય કેન્દ્રને ખાલી કરાવવામાં આવ્યું છે. ઉપરથી મેડિકલ ઓફિસરે ભાડું દેવાનું ના પાડીને સ્થાનિક આરોગ્ય તંત્રને જ ગામમાં જ કોઈ ભાડા વગરનું મકાન શોધી લેવાનુ કહી હાથ ઊંચા કરી દીધા છે. હવે સમસ્યાએ કે ગામના મોટાભાગના મકાનો જોરદાર બની ગયા હોય કોઈપણ મકાન ભાડા વગર મળી શકે એમ જ નથી. આથી આરોગ્ય કેન્દ્રનો બધો જ માલ સમાન બહાર મુકવામાં આવ્યો છે. તેથી જ  તેઓએ આરોગ્ય કેન્દ્ર માટે ગામમાં રૂમો શોધી આપવાની માંગ કરી છે.

વાંકાનેરના પીપળીયા રાજ ગામે શાળાના બે રૂમ ખાલી કરાવતા આરોગ્ય સ્ટાફ રઝળી પડ્યો