મોરબીની શાન સમાં નહેરુ ગેઇટનો રોડ એકદમ નાશ પામ્યો છે. આ રોડ શહેરનું હૃદય હોવા છતાં આ રોડની હાલત સુધારવાનું તંત્રને મન જ થતું ન હોવાથી દરબાર ગઢથી નહેરુ ગેઇટ થઈ જુના બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો ખખડધજ હોવાથી હજારો લોકોને અવરજવરમાં ભારે તકલીફોનો સામનો કરવો પડે છે.
મોરબીના સામાજિકા કાર્યકરો રાજુ દવે, જગદીશ બાંભણીયા, ચિરાગ સેતા,દેવેશ રાણેવડિયા, મુસભાઈ બ્લોચએ નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટીદરને રજુઆત કરી હતી કે, મોરબીના દરબારગઢ, નગર દરવાજા થઈને જુના બસ સ્ટેન્ડ સુધનો માર્ગ એકદમ ખરાબ થઈ જતા જોખમી બની ગયો છે. તેમાંય આ રોડ ઉપર ગટરની ગંદકી સતત વહેતી હોય રોડ ઉપર પડેલા મસમોટા ખાડાઓમાં ગટરના પાણી ભરાઈ રહેવાથી હજારો લોકો એને વેપારીઓને ભારે હાલાકી પડે છે. જો કે, ધારાસભ્ય અમૃતિયાએ વિધાનસભાની ચૂંટણી સમયે આ વિસ્તારની જાહેર સભામાં આ નહેરુ ગેઇટને જોડતા આ રોડને નવો બનાવવાનું વેપારીઓને વચન આપ્યું હતું. પણ આ ચૂંટણી પુરી થયાનો ખાસ્સો સમય વીતી જવા છતાં હજુ પણ રોડ બન્યો નથી. ધારાસભ્યનું વચન અત્યારે ફોગડ થયાનું સામે દેખાય રહ્યાનો આક્ષેપ કર્યો છે.ત્યારે હવે મહાનગર પાલિકા બનશે. તેમાં પણ આવું વચન ફરી આપશે. આવી રીતે ચૂંટણીઓ આવશે અને જતી રહેશે પણ વચનો ક્યારેય પુરા નહિ થાય. બીજી તરફ રોડની હાલત ગંભીર થઈ રહી છે.અત્યારે વરસાદનો મહિનો ચાલુ હોય રોડ ઉપર વરસાદી પાણી ભરતા રોડની વધુ ખરાબ હાલત થઈ જાય છે અને રોડ ઉપર સ્લીપ થવાના બનાવો બની રહ્યા છે. તેથી આ રોડને વહેલાસર નવો બનાવવાની માંગ કરી છે.