મોરબી જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં પાણીની અછત સર્જાતા છેવાડાના લોકોને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે પાણી પુરવઠા બોર્ડની ટિમ પાણી ચોરી ઉપર ત્રાટકી હતી. સતત બીજા દિવસે મોરબી જિલ્લામાં નર્મદાની અને પાણી પુરવઠા હસ્તકની લાઈનોમાં પાણી પુરવઠાની ટીમે સઘન ચેકિંગ કર્યું હતું અને ઉદ્યોગો, ફાર્મહાઉસ અને ફનવર્ડના સંચાલકોને પાણીની મુખ્ય લાઇનમાં બાકોરા પાડી પાણી ચોરી કરતા હોવાનું ખુલ્યું હોવાથી પાણી પુરવઠાની ટિમની તપાસમાં 70 જેટલી પાણી ચોરી ઝડપાતા પાણી ચોરો સામે કાયદેસરની કાર્યવાહી કરી આસામીઓ પાસેથી રૂ.7,48,237 દંડ વસુલ કર્યો હતો.
મોરબી જિલ્લામાં પાણીની ખેંચની વચ્ચે ઘણા આસામીઓ પાણી ચોરી કરતા હોવાથી છેવાડાના લોકોને પાણી પૂરતું મળતું ન હોવાની માહિતી મળતા મોરબીની પાણી પુરવઠા બોર્ડેની કચેરીએ પાણી પુરવઠા યોજનામાં ચેકીંગ કર્યું હતું અને દોઢ મહિનામાં મોરબી, માળીયા (મીં), વાંકાનેર તાલુકામાં 70 જેટલા અસામીઓએ ગેરકાયદે નળ કનેકશન મેળવી પાણી ચોરી કરતા હોવાનું સામે આવતા આ તમામ 70 આસામીઓને નોટિસ ફટકારી પાણીની મુખ્ય લાઇનમાંથી લીધેલા ગેરકાયદે નળ જોડાણો કાપી નાખ્યા હતા.
મોરબીના પીપળીયા હેડ વર્કસની લાઈન તેમજ એર વાલ્વ 25 થી બગથળાની પાઇપલાઇનમાં સૌથી વધુ પાણી ચોરી ઝડપી લેવાય હતી. જો કો, પીપળીયા રોડ ઉપર ગેરકાયદે પાણી ચોરી થતી હોવાના કારણે છેવાડાના ગામોને પીવાનું પાણી પણ પહોંચતું ન હોવાથી પાણી પુરવઠા બોર્ડે કાર્યવાહી હાથ ધરી અને 15 જેટલા આસામીઓ પાસેથી 7,48,237 દંડની રકમ વસુલ કરવામાં આવ્યો હોવાનું અને દંડ નહીં ભરનાર આસામીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવશે. તેમજ આ કડક કાર્યવાહી યથાવત રહેશે .