મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા તા. 2-5-2025ના રોજ વિવિધ વિસ્તારોમા આરોગ્ય કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં લાભાર્થીઓની પ્રાથમિક તપાસ કરી અને તેમને જરુરી દવાઓ વિનામુલ્યે આપવામાં આવી હતી. તદુપરાંત હાઇપરટેન્શન તથા ડાયાબિટીસ જેવા રોગો માટે સ્ક્રીનીંગ કરવામા આવેલ તથા ઉપરોક્ત રોગોથી બચવા અંગેનુ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. હાલના સમયમા બિનચેપી રોગોનુ પ્રમાણ વધ્યુ હોઇ 30 વર્ષથી વધુ ઉમરના તમામ લોકોએ નિયમિત હાઇપરટેન્શન તથા ડાયાબિટીસ માટે સ્ક્રીનીંગ કરાવવા માટે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા યાદીમા જણાવ્યુ છે.