Tuesday - Jul 14, 2026

ગીતાંજલી વિદ્યાલય ખાતે કેન્સર વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું.

ગીતાંજલી વિદ્યાલય ખાતે કેન્સર વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું.

મોરબીઃ ગત તા:11/07/2026 શનિવારના રોજ સવારે 9:00 કલાકે ગીતાંજલી વિદ્યાલયના કેમ્પસમાં છોકરીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપતા સર્વાઇકલ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યને સફળ બનાવવા માટે ગીતાંજલી વિદ્યાલય, મુસ્કાન વેલફેર સોસાયટી અને પાટીદાર વુમન્સ એમ્પાવરમેન્ટ દ્વારા સંયુક્ત પ્રયાસ કરવામાં આવ્યું હતું.
 

ગીતાંજલી વિદ્યાલય ખાતે કેન્સર વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું.

આ કેમ્પ અંતર્ગત ગીતાંજલી વિદ્યાલયની ૩૨, મુસ્કાન વેલફેર સોસાયટીની ૩૦ અને પાટીદાર વુમન્સ એમ્પાવરમેન્ટ દ્વારા ૧૦ જેટલી જરૂરિયાતમંદ કન્યાઓને વિનામૂલ્યે વેક્સિન આપવામાં આવી હતી.  

આ ઉમદા કાર્યમાં સહયોગ આપનાર તમામ દાતાઓ અને કાર્યકરોનો તથા સહયોગી શિક્ષક સ્ટાફનો ગીતાંજલી વિદ્યાલયના સંચાલક રૂપલબેન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.