માળીયા તાલુકાનાં વવાણીયા ગામે રહેતી પરિણીતાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા મિયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા સોનલબેન અરવિંદભાઈ મોરવાડિયા ઉ.32 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર તા.1 ના રોજ ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.