Thursday - May 14, 2026

ટંકારાના હરબટિયાળી ગામેં જાહેર મિલ્કતમાં તોડફોડ કરતા શખ્સને સમજાવવા જતા પિતા- પુત્રને માર માર્યો

ટંકારાના હરબટિયાળી ગામેં જાહેર મિલ્કતમાં તોડફોડ કરતા શખ્સને સમજાવવા જતા પિતા- પુત્રને માર માર્યો

ટંકારા : ટંકારા તાલુકાના હરબટિયાળી ગામમાં અવાર નવાર જાહેર મિલકતોને નુકશાન કરી ગામમાં ભયનું લખલખું ફેલાવનાર શખ્સને ટપારવા ગયેલા વૃદ્ધને માથાભારે તત્વએ બેફામ માર મારતા બચાવવા પડેલા પુત્રને પણ આરોપીએ માર મારતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

ટંકારા તાલુકાના હરબટિયાળી ગામે રહેતા હસમુખભાઈ બેચરભાઈ નમેરા ઉ.વ.47 નામના યુવકે આરોપી જગદીશ છગનભાઇ ઝાપડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી જગદીશ અવાર નવાર ગામની જાહેર મિલ્કતમાં તોડફોડ કરી નુકશાન કરતો હોવાથી ફરિયાદીના પિતા બેચરભાઈ જીવણભાઈ નમેરા ઉ.વ.75એ આરોપીને ગામમાં નુકશાન નહીં કરવાનું કહેતા આરોપીને સારું લાગ્યું ન હતું અને આરોપીએ સાયડાના પાઇપ વડે વૃદ્ધ બેચરભાઈને બેફામ માર મારતા તેમના પુત્ર હસમુખભાઈ બચાવવા વચ્ચે પડતા આરોપી જગદીશે ફરિયાદી હામુખભાઈને પણ બેફામ માર માર્યો હતો.બનાવ અંગે ટંકારા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.