Thursday - May 14, 2026

હળવદમાં વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલો આરોપી પાસા હેઠળ જેલમાં ધકેલાયો

હળવદમાં વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલો આરોપી પાસા હેઠળ જેલમાં ધકેલાયો

મોરબી : હળવદ પોલીસ મથકમાં વિદેશી દારૂના વેચાણના ગુનામાં સંડોવાયેલ આરોપીને પાસા હેઠળ જેલ હવાલે કરી દેવાયો છે.

આરોપી મયુરસિંહ ઉર્ફે કાલી ભરતભાઇ રાઠોડ (રહે. સુખપર, તા. હળવદ) વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્તના આધારે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવતા, હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસ અને તેમની ટીમ દ્વારા આરોપીની અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીને પાસા એક્ટ તળે ડિટેઇન કરી જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસ તથા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયેલ હતો.