Tuesday - May 05, 2026

મોરબીમાં પરિણીતાને પુત્રીના જન્મ અને કરિયાવર મામલે સાસરિયાઓનો ત્રાસ

મોરબીમાં પરિણીતાને પુત્રીના જન્મ અને કરિયાવર મામલે સાસરિયાઓનો ત્રાસ

આસામ રહેતા પતિ અને જામનગર રહેતા સાસુ, સસરા અને દિયર વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબી તાલુકાના પીલુડી ગામે માવતરના ઘેર રહેતી દીકરીને દાંપત્યજીવનમાં દીકરીનો જન્મ થતા અગાઉ કરિયાવર બાબતે મેણાટોણા મારતા જામનગરના સાસરિયાઓ અને આસામ ખાતે રહેતા પતિ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતા પરિણીતાએ પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો છે.

મૂળ મોરબી તાલુકાના પીલુડી ગામે રહેતા અને જામનગર સાસરું ધરાવતા પરમેશ્વરીબા અભયરાજસિંહ ચુડાસમા ઉ.26 નામના પરિણીતાના લગ્નજીવનમાં કરિયાવર ઓછો લાવ્યા હોવાનું કહી સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો જે બાદ દીકરીનો જન્મ થતા પતિ અભયરાજસિંહ અનોપસિંહ ચુડાસમા, રહે.હાલ આસામ, સાસુ ભારતીબા અનોપસિંહ ચુડાસમા, સસરા અનોપસિંહ મહિપતસિંહ ચુડાસમા અને દિયર હર્ષરાજસિંહ અનોપસિંહ ચુડાસમા રહે.જાસોલિયા સોસાયટી, નવાગામ ઘેડ, જામનગર વાળા વર્ષ 2019થી અત્યાર સુધી શારીરિક માનસિક ત્રાસ આપતા હોય સમાજ રાહે સમાધાનના પ્રયાસ કર્યા હતા. જો કે, સમાધાન ન થતા અંતે મોરબી મહિલા પોલીસ મથકમાં પતિ સહિતના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.