હળવદ : હળવદ તાલુકાના રણમલપુર ગામે વાડીમાં નીકળતા રસ્તા પર ચાલવા અંગે મામલતદારે હુકમ કર્યો હોવા છતાં આરોપી મહેશ લવજી પટેલ અને વિપુલ લવજી પટેલ ફરિયાદી વાસુદેવભાઈ પોપટભાઈ પટેલ ઉ.વ.56 રહે.રણમલપુર વાળાઓ તેમજ તેમના પુત્રને રસ્તામાં ચાલવાની ના પાડી વાડીએ જતા રોકતા બનાવ અંગે બન્ને આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.