હળવદની મૃતક યુવતીની માતાએ બનેવી સહિતના સગા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
હળવદ : હળવદ ગ્રામ્ય પંથકમાં રહેતા મહિલાની પુત્રી સાથે તેમના બનેવીના મોટાભાઈએ દુષ્કર્મ ગુજારતા યુવતીએ દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપીના પત્ની અને ભાઈ સહિતના લોકોએ યુવતીને સમાધાન કરવા ધમકી આપવાનું શરૂ કરતા દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ આપઘાત કરી લેતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મોરબી ખાતે નોકરી કરી યુવતી પર તેના માસના ભાઈએ દુષ્કર્મ ગુજારતા ગત તા.28 મે ના રોજ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.જે બાદ આરોપી ધર્મેન્દ્ર જીતેન્દ્રભાઈની પત્ની, આરોપી સંજય જીતેન્દ્રભાઈ પરમાર અને સંજયની પત્ની મનીષાબેન પરમાર રહે.ત્રણેય રાજકોટ - મેટોડા હાઇવે, હરીપર ગામના પાટિયા પાસે વાળાઓ દ્વારા યુવતીને સમાધાન કરી લેવા દબાણ કરતા યુવતીએ પોતાના ઘેર હળવદ ગ્રામ્ય વિસ્તારમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા યુવતીના માતાએ આ ચોંકાવનારી ઘટનામાં પોતાની દીકરીને મરવા મજબુર કરનાર ત્રણેય આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.