Saturday - May 16, 2026

હળવદ – ધ્રાંગધ્રા રોડ ઉપર રોંગ સાઈડમાં આવતા ટ્રેકટર હડફેટે બાઈકચાલક વૃદ્ધનું મોત

હળવદ – ધ્રાંગધ્રા રોડ ઉપર રોંગ સાઈડમાં આવતા ટ્રેકટર હડફેટે બાઈકચાલક વૃદ્ધનું મોત

હળવદ રોડ ઉપર હળવદ માર્કેટિંગ યાર્ડ નજીક રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રેકટર ટેન્કર નંબર જીજે – 36 – જી – 0335 ના ચાલકે બાઈક ઉપર આવી રહેલા હમીરભાઈ પ્રભુભાઈ ધારીયા ઉ.60 રહે.રણજીતગઢ નામના વૃદ્ધને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા હમીરભાઈનું મૃત્યુ નિપજતા બનાવ અંગે મૃતકના પુત્ર જયેશભાઇ હમીરભાઈ ધારીયાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રેકટર – ટેન્કર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.