Saturday - May 16, 2026

મોરબીનું માર્કેટીંગ યાર્ડ હજુ 2 સપ્ટેમ્બરે ખુલશે

મોરબીનું માર્કેટીંગ યાર્ડ હજુ 2 સપ્ટેમ્બરે ખુલશે

જન્માષ્ટમીના પર્વ નિમિત્તે મોરબીમાં માર્કેટિંગ યાર્ડમાં અગાઉ રજા જાહેર થઈ હતી તે મુજબ તારીખ 30 ઓગસ્ટથી માર્કેટિંગ યાર્ડનું કાર્ય શરૂ થવાનું હતું. પરંતુ ભારે વરસાદના પગલે હાલ માર્કેટિંગ યાર્ડ રજા લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગની હજુ પણ વધુ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી મોરબી માર્કેટિંગ યાર્ડમાં તારીખ 1-9-2024 સુધી અનાજ વિભાગમાં રજા રાખવામાં આવી છે. તેમજ તારીખ 2-9-2024ને સોમવારથી રાબેતા મુજબ હરરાજીની કામગીરી શરૂ કરવામાં આવશે.