મોરબી નજીક પીપળીયા ચાર રસ્તા નજીક આવેલી દુકાન માંથી તસ્કરો 40 હજારનું સોનુ ઉઠાવી ગયા હતા અને તેનાથી ડબલ 80 હજારનું નુકસાન પહોંચાડી ગયા હોવાનું જાણવા મળે છે.
મોરબી – માળીયા હાઇવે ઉપર પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ શોપિંગ સેન્ટરમાં તસ્કરોએ વરસાદી માહોલનો ફાયદો ઉઠાવી અંબિકા જવેલર્સ નામની દુકાનમાં ચાંદીની વસ્તુઓની આશરે 40,000ની માલમતા ચોરી ગયા હતા. આ ઉપરાંત સોનું રાખવાની તીજોરિ તોડવાનો પ્રયાસ કર્યો હતો પણ તૂટી ન હતી. જો કે, તસ્કરોના ધ્યાનમાં સીસીટીવી કેમેરા આવી જતા દુકાનનાં 3 કેમેરા તોડી શટરમાં નુકશાન કરી કુલ મળી આશરે 80 હજાર જેટલી નુકસાની કરી હોવાનું જાણવા મળ્યું છે.