Monday - Jul 27, 2026

સાપને બચાવવામાં હકાભાની કાર પાણીમાં ઉતરી ગયા બાદ તેમનો આબાદ બચાવ

સાપને બચાવવામાં હકાભાની કાર પાણીમાં ઉતરી ગયા બાદ તેમનો આબાદ બચાવ

ધ્રાંગધ્રાના પીપળા અને બૈસાબગઢ વચ્ચે બનાવમાં મિત્રોએ કલાકોની મહેનતને અંતે તેમને હેમખેમ બહાર કાઢ્યા

મોરબી : ધ્રાંગધ્રા તાલુકાના પીપળા અને બૈસાબગઢ ગામ વચ્ચે જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં તેમની ફોર્ચ્યુનર કાર રસ્તાની બાજુમાં આવેલા પાણીમાં ખાબકી હતી.

જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવી બૈસાબગઢ નજીક આવેલા હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં અચાનક એક સાપ આડો ઉતરતા તેને બચાવવા જતા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને આ બનાવ બન્યો હતો. કાર સીધી રોડની નીચે પાણીમાં ઉતરી ગઈ હતી. પરંતુ સદનસીબે આ અકસ્માતમાં હકાભા ગઢવીનો આબાદ બચાવ થયો હતો. તેમની પાછળ જ અન્ય ગાડીમાં તેમના મિત્રો આવી રહ્યા હતા, જેમણે અકસ્માત થતો જોઈને તુરંત જ ઘટનાસ્થળે પહોંચી જઈને હકાભાને સુરક્ષિત રીતે ગાડીની બહાર કાઢ્યા હતા.

સાપને બચાવવામાં હકાભાની કાર પાણીમાં ઉતરી ગયા બાદ તેમનો આબાદ બચાવ