Sunday - Jul 26, 2026

માળીયા (મીં) નજીક મીઠું ભરેલા ટ્રકની ગુલાંટ, મીઠાનો રોડ ઉપર પથારો

માળીયા (મીં) નજીક મીઠું ભરેલા ટ્રકની ગુલાંટ, મીઠાનો રોડ ઉપર પથારો

માળીયા નજીક આજે મીઠું ભરેલા ટ્રકે ઓચિંતા ગુલાંટ મારી દીધી હતી. આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના બગસરા ગામથી વવાણીયા ગામને  જોડતા રસ્તા ઉપર રવેચી માતાના મંદિર પાસે આવેલ પાણીના ટાંકાની બાજુમાં જી.જે.36 વી. 1229 નબરના ટ્રક છલોછલ મીઠું ભરીને પસાર થઈ રહ્યો હતો. ત્યારે આ ટ્રક ચાલકે ઓચિંતા કોઈ કારણોસર કાબુ ગુમાવતા મીઠું ભરેલો આખે આખો ટ્રક પલટી મારી ગયો હતો. આ ઘટનાને પગલે ડ્રાઈવર સલામત રીતે બહાર નીકળી જતા તેનો બચાવ થયો હતો અને આ ઘટનામાં સદનસીબે જાનહાંની થઈ ન હતી. પણ આખે આખો ટ્રક ગુલાંટ મારી જતા મોટી માત્રામાં મીઠાનો રોડ ઉપર પથારો થયો હતો.

માળીયા (મીં) નજીક મીઠું ભરેલા ટ્રકની ગુલાંટ, મીઠાનો રોડ ઉપર પથારો
માળીયા (મીં) નજીક મીઠું ભરેલા ટ્રકની ગુલાંટ, મીઠાનો રોડ ઉપર પથારો