મોરબીમાં ઘરઘણી આગાશી પર સુતા રહ્યા અને પાછળથી તસ્કરોએ ઘર સાફ કરી નાખ્યું
તસ્કરો નવલખી રોડ ઉપર લાયન્સ નગરમાંથી 1,67,300ના મુદામાલની ચોરી કરી ગયાની ફરિયાદ
મોરબી : મોરબીના શ્રમિકને ઉનાળાની કાળઝાળ ગરમીથી બચીને પરિવાર સાથે અગાશીમાં પવનની લહેરખીમાં ઘસઘસાટ ઉઘવાની આકરી કિંમત ચૂકાવવી પડી હતી. જેમાં મોરબીના નવલખી રોડ ઉપર લાયન્સ નગરમાં રહેતા શ્રમિક ગતરાત્રે ઉનાળાની ગરમથી બચવા અગાશી પર ઉઘતા રહ્યા અને પાછળથી તસ્કરોએ તેમના ઘરમાં ત્રાટકીને રૂ.1,67,300ના મુદામાલની ચોરી કરીને તેમનું ઘર સાફ કરી નાખ્યું હોવાનું બહાર આવ્યું છે.
મોરબીના નવલખી રોડ ઉપર લાયન્સ નગરમાં રહેતા જયેશભાઇ દલપતભાઇ પરમાર ઉ.વ. 38 નામના શ્રમિક ગત રાત્રે 20 જુનના રોજ પરિવાર સાથે ઉનાળાની સખત ગરમીથી બચવા માટે અગાશી ઉપર સુતા હતા.ત્યારે પાછળથી તસ્કરો તેમના ઘરમાં ત્રાટકયા હતા અને આગાશી ઉપર સુતેલા શ્રમિક પરિવાર ઉઠી ન જાય તેનો ખ્યાલ રાખીને તસ્કરોએ એવી સિફત પૂર્વક ચોરી કરી કે તે વખતે શ્રમિક પરિવારને જરાય ખબર પડી ન હતી, સવારે જાગ્યા ત્યારે છેક ખબર પડી કે ઘર સાફ થઈ ગયું છે. આ પરિવાર સવારે જાગ્યો ત્યારે ઘરની હાલત વેરવિખેર જોતા ઘરની તપાસ કરતા તસ્કરોએ ઘરના ઘરના તાળા તોડી તિજોરીમાં રાખેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂ. 1,67,300ની માલમતાની ચોરી કરી ગયા હોવાનું બહાર આવતા આ અંગે શ્રમિક પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.