કોઈ કારણોસર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કચ્છ-ભુજ તરફથી આવતી કારને નડ્યો અકસ્માત
મોરબી : મોરબી નજીક નાગડાવાસ ક્રિકેટ ગ્રાઉન્ડ સામે કાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં કચ્છ-ભુજ તરફથી આવતી ઓરા કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં આવેલા ખાડામાં ઉતરીને ખાડામાં ખાબકી હતી. પણ સદનસીબે જાનહાની થઈ ન હતી.
કચ્છ ભુજ બાજુથી ઓરા કાર આવી રહી હતી. તે સમયે નાગડાવાસ ક્રિકેટ ગ્રાઉન્ડ સામે અચાનક ડ્રાઈવરે કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. ડ્રાઈવરે કાબુ ગુમાવતા બેકાબુ બનેલી કાર રોડની સાઈડમાં રહેલા ઊંડા ખાડામાં ખાબકી હતી અને પલ્ટી મારી ગઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં કારને મોટું નુકસાન થયું હતું. પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી અને ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. ઘટનાને પગલે આસપાસના રસ્તે જતા લોકો એકઠા થઈ ગયા હતા.