મોરબી : મોરબી નજીક ટીંબડી રોડ પર આવેલ એ એન્ડ જે માઇક્રોન્સ નામના કારખાનામાં ક્રેઇન વડે સાયકલોફન ઉપર લોખંડનું પ્લેટફોર્મ ચડાવતી વખતે અચાનક જ ક્રેઇનનો બેલ્ટ તૂટી જતા વજનદાર પેલટફોર્મ નીચે આવતા અહીં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની સંતોષભાઈ વિજયભાઈ માહવા ઉ.વ.40નું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ કરુણ બનાવથી તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. હાલ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.