Thursday - Feb 12, 2026

મોરબીના એડવોકેટ મિતેષ દવેના સંગ્રહમાં, ગુજરાતનો પ્રથમ 'ભારત માતા' દર્શાવતો સિક્કો.

મોરબીના એડવોકેટ મિતેષ દવેના સંગ્રહમાં, ગુજરાતનો પ્રથમ 'ભારત માતા' દર્શાવતો સિક્કો.

મોરબી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની શતાબ્દી વર્ષ નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલો અને ઇતિહાસમાં પહેલીવાર ભારત માતાની છબી ધરાવતો ખાસ સ્મારક સિક્કો ગુજરાતમાં સૌ પ્રથમવાર મોરબીના એક જાણીતા સંગ્રાહક અને એડવોકેટ મિતેષ દવે સુધી પહોંચ્યો છે. આ સિક્કો દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

મોરબીના એડવોકેટ મિતેષ દવેના સંગ્રહમાં, ગુજરાતનો પ્રથમ 'ભારત માતા' દર્શાવતો સિક્કો.

સિક્કાની અનોખી વિશેષતાઓ..

​આ 40 ગ્રામ શુદ્ધ ચાંદીનો બનેલો સ્મારક સિક્કો નાણા મંત્રાલયની ટંકશાળમાં મર્યાદિત સંખ્યામાં બનાવવામાં આવ્યો છે. તેની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે:

​ભારત માતાની છબી: સ્વતંત્ર ભારતના ચલણ પર ભારત માતાની છબી દર્શાવવાનો આ પ્રથમ પ્રસંગ છે. સિક્કાની એક બાજુ અશોકનું પ્રતીક છે, જ્યારે બીજી બાજુ ભારત માતાની ભાવનાત્મક છબી અને RSSના પ્રતીક સાથે સ્વયંસેવકો તેમને નમન કરતા દર્શાવવામાં આવ્યા છે.

​આ સિક્કાનું પેકેજિંગ પણ અનોખું છે. તે પુસ્તકના રૂપમાં રજૂ કરવામાં આવ્યું છે, જે 1964 પછીના સિક્કાઓમાં પ્રથમ વખત છે.

મોરબીના એડવોકેટ મિતેષ દવેના સંગ્રહમાં, ગુજરાતનો પ્રથમ 'ભારત માતા' દર્શાવતો સિક્કો.

​સંઘનો મંત્ર: સિક્કા પર RSSનો આદર્શ વાક્ય પણ અંકિત છે, જે રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરે છે.
​સંગ્રાહક મિતેષ દવેના મતે આ અમૂલ્ય ખજાનો પોતાના અંગત સંગ્રહ માટે મેળવ્યો છે. તેમણે જણાવ્યું કે, "આ સિક્કો માત્ર ધાતુનો ટુકડો નથી, પરંતુ તે રાષ્ટ્રીય ભાવના અને માતૃભૂમિ પ્રત્યેના આદરનું પ્રતીક છે. સિક્કો બહાર પડતાં જ દેશભરના ચલણ પ્રેમીઓમાં તેને મેળવવાનો ધસારો શરૂ થઈ ગયો હતો."

​એડવોકેટ મિતેશ દવેએ આ સિક્કાની સાથે RSSના શતાબ્દી વર્ષ પર જારી કરાયેલી ટપાલ ટિકિટ પણ પોતાના સંગ્રહમાં ઉમેરી છે.
​આ સિક્કો ભારતના ઇતિહાસમાં એક ઐતિહાસિક સિદ્ધિ અને સાંસ્કૃતિક શ્રદ્ધાનું પ્રતીક બની રહેશે તેમ જણાઈ રહ્યું છે.
 
મોરબીના એડવોકેટ મિતેષ દવેના સંગ્રહમાં, ગુજરાતનો પ્રથમ 'ભારત માતા' દર્શાવતો સિક્કો.