Wednesday - Apr 22, 2026

સ્કૂલ વાન ચાલકોની હડતાલથી વાલીઓ મુશ્કેલીમાં મુકાયા

સ્કૂલ વાન ચાલકોની હડતાલથી વાલીઓ મુશ્કેલીમાં મુકાયા

રાજકોટના અગ્નિકાંડને પગલે મોરબી જીલલમાં અગમચેતીના રૂપે સ્કૂલો શરૂ થતાં જ આરટીઓ અને પોલીસ તંત્રએ શાળા પરિવહનના નિયમોના પાલન ન હોવાથી સ્કૂલ વાન ચાલકો ઉપર તવાઈ ઉતારી હતી અને નિયમોના ભંગ બદલ સ્કૂલ વાન ચાલકો સામે મોટી દંડનીય કાર્યવાહી કરી હતી. આથી જિલ્લાના તમામ સ્કૂલ વાંન ચાલકોમાં ભારે રોજ ભભૂકી ઉઠ્યો હતો અને આ વાહન ચાલકોએ ગઈકાલથી જ આરટીઓની કાર્યવાહીની નારાજ હોય એમ આજ અને કાલે એમ શુક્રવાર અને શનિવારે બે દિવસ હડતાળ પાડવાનું એલાન કર્યું છે.

મોરબી જિલ્લાના તમામ સ્કૂલ વાન ચાલકો આજથી બે દિવસની હડતાળ ઉપર ઉતરી જતા વાલીઓ મુશ્કેલીમાં મુકાય ગયા હતા. જેમાં સવારે 7 કે 7-30 વાગ્યે ઘરેથી દરેક સ્કૂલ વાન બાળકોને તેડીને સ્કૂલે મુકવા જતી હોય અને આખો દિવસ બાળકો ભણ્યા બાદ પરત ઘરે મૂકી જતા હોય એટલે વાલીઓ નિશ્ચિત હોય પણ આજે સવારે સ્કૂલ વાન ન આવતા વાલીઓને વહેલા ઉઠીને પોતાના બાળકોને સ્કૂલે મુકવા જવાની પણ ફરજ પડી હતી અને સાંજે પણ પરત લેવા જવાની કરસ્ત કરવી પડી હતી. જો કે હજુ પણ કાલે પણ સ્કૂલ વાન ચાલકોની હડતાલ હોય વાલીઓની સ્થિતિ કફોડી સ્થિતિ સર્જાશે. આરટીઓની કાર્યવાહીથી સ્કૂલ વાન ચાલકો નારાજ હોવાથી આજથી બે દિવસની હડતાળ ઉપર જતા રહીને જિલ્લા કલેકટરને આવેદન આપી બધા જ શાળા પરિવહનના નિયમો પાલન કરવા કટિબદ્ધ હોવાની ખાતરી આપી આ નિયમોના પાલન માટે થોડો સમય માંગ્યો છે.

સ્કૂલ વાનમાં 14 વિદ્યાર્થીઓને બેસાડવાની મંજૂરી માંગી

સ્કૂલ વાન ચાલકોએ કલેકટરને આપેલા આવેદનમાં સ્કૂલ વાનમાં 14 વિદ્યાર્થીઓને બેસાડવાની મંજૂરી આપવાની માંગણી કરી છે. જો કે કયા વાનમાં કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે તેની ક્ષમતા અંગે સ્પષ્ટતા કરી નથી. કારણ કે નાનું વાહન હોય તો એમાં આટલા બધા વિદ્યાર્થીઓને સમાવેશ ન થઈ શકે, ઘેટાં બકરાની જેમ ભરેતા હોય એટલે મોટી મુસીબત આવે છે. આ વાહન ચાલકોએ સરકારના તમામ સ્કૂલ વાહનના નિયમોનું પાલન કરવાની પ્રતિબધ્ધતા દર્શાવીને સમય મર્યાદા માંગી છે.આરટીઓ, ટ્રાફિક પોલીસની કાર્યવાહીનો બોજ સહન થઈ શકે એમ ન હોય તેમજ ગેસ સિલિન્ડરના વિક્રેતાઓએ ભાવ વધારો કર્યો હોય એટલે આ વધારાનો આર્થિક બોજ સામાન્ય પરિવારના હોવાથી સહન કરી શકે એમ ન હોય આ બાબતે યોગ્ય પગલાં ભરવાની માંગ કરી છે.

જિલ્લા કલેકટર શુ કહ્યું ?

સ્કૂલ વન ચાલકોએ  શાળા પરિવહન માટે વપરાતા વાહનો અને ડ્રાઈવરોની નોંધણી સરકાર દ્વારા કરવામાં આવે અને ટેક્સી પ્રાસિંગ તેમજ સામાન્ય પરિવારના હોવાથી સત્કાર રહેમનજર રાખી તેમના હિતમાં યોગ્ય કાર્યવાહી કરે તેવી કલેકટર સમક્ષ રૂબરૂમાં રજુઆત કરી હતી. સામે જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, રાજકોટની ઘટના બન્યા પછી બાળકોની સેફટી માટે જે પણ કાર્યવાહી થાય છે તે યોગ્ય જ છે. તેમાં કોઈ બાંધછોડ નહિ કરવામાં આવે છે અને આ તમારા સ્કૂલ વાનમાં ગેસ સિલિન્ડર હોય એટલે સેફટી માટે જે તે સરકારી વિભાગ દ્વારા કડક કાર્યવાહી જરૂરી છે. બાળકોની સલામતી માટે નીતિ નિયમોનું અમલીકરણ જરૂરી હોય છતાં પણ સ્કૂલ વાન ચાલકોને વાત ધ્યાને લઈને તમામના હિતને અનુલક્ષીને જ કાર્યવાહી કરાશે.