Friday - Mar 21, 2025

સિંચાઈની સુવિધા છતાં બે જ પાક લઈ શકતા ખેડૂતો

સિંચાઈની સુવિધા છતાં બે જ પાક લઈ શકતા ખેડૂતો

વાંકાનેરના ગારીડા ગામે પાણીની વિકટ સમસ્યા સામે આવી છે. જેમાં આ ગામને માત્ર 50 ટકા જ મીઠું પાણી મળે છે. બાકીનું 50 ટકા પાણી મોરૂ એટલે બોરનું  પાણી  આપવાની ફરજ પડે છે. પાણીની આ પળોજણને વર્ષોથી ગ્રામ પંચાયત અને ગામલોકોને સહન કરવી પડે છે.જો કે વરસાદ સારો પડ્યો હોય અને જળાશયો ભરેલા હોય તો પાણી પણ આ ગામની પાણીની ગોઠવેલી સિસ્ટમમાં કોઈ ફરક પડતો નથી.તેથી ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

વાંકાનેરના ગારીડા ગામના સરપંચ ફાતમાબેન ધરજિયાએ જણાવ્યું હતું કે, તેમનું ગામ રાજાશાહી વખતનું જૂનું ગામ હોય અને ગામની વસ્તી આશરે 1800નો ધંધો ખેતી તેમજ પશુપાલન છે. પણ ખેતીમાં સિંચાઈની સુવિધા હોવા છતાં માત્ર ખરીફ અને રવી પાક એટલે ચોમાસામાં અને શિયાળામાં કપાસ તેમજ ઘઉંનો જ પાક લઈ શકે છે.આરોગ્ય કેન્દ્ર આ ગામમાં આટલા વર્ષો પછી પણ ન મળતા ગામલોકોને બીમારીમાં સારવાર અર્થે અહીંથી 4 કિમિ દૂર માહિકા ગામે જવું પડે છે. ગામમાં સ્કૂલ, રોડ રસ્તા 100 ટકા, ભૂગર્ભ ગટર, કચરા નિકાલ યોગ્ય વ્યવસ્થા છે. આ ગામને જોડતા બીજા ગામના એટલે કે માહિકા, રાતડીયા, સમઢીયાળાના રસ્તા કાચા હોય જેને પાકા કરવાની માંગ છે.ગામની આંગણવાડીને નવી બનાવવા માટે ત્રણ વખત ઠરાવ કરી અરજી આપી હોવા છતાં આંગણવાડી માટે નવું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું નથી.