Thursday - Jun 25, 2026

મોરબીમાં બિલ્ડર એસો.ની કલેકટર સાથે શુભેચ્છા મુલાકાત

મોરબીમાં  બિલ્ડર એસો.ની કલેકટર સાથે શુભેચ્છા મુલાકાત

લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાને લઈને સરકાર દ્વારા મહત્વના ધરખમ પરિવર્તન કરવામાં આવ્યા છે. તાજેતરમાં મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાની બદલી કરવામાં આવી હતી અને એમની જગ્યાએ મોરબી જિલ્લા કલેકટર તરીકે બી.કે.ઝવેરીની નિમણૂક કરવામાં આવી છે. આથી મોરબી જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા આ નવા જિલ્લા કલેકટરની શુભેચ્છા મુલાકત લેવામાં આવી હતી. એ દરમિયાન કલેકટરે મોરબીના વિકાસ માટે બિલ્ડરો સાથે વાર્તાલાપ કરી શહેરના હિતમાં  હકારાત્મક અભિગમ દર્શાવવાની ખાતરી આપી હતી.