Thursday - Oct 29, 2026

મોરબીમાં 'સર્જનથી સમૃદ્ધિ' થીમ પર ભવ્ય 'સ્વદેશી મેળો' શરૂ: સ્થાનિક હસ્તકલા અને સંસ્કૃતિનો અનોખો સંગમ

મોરબીમાં 'સર્જનથી સમૃદ્ધિ' થીમ પર ભવ્ય 'સ્વદેશી મેળો' શરૂ: સ્થાનિક હસ્તકલા અને સંસ્કૃતિનો અનોખો સંગમ

મોરબી: 'વોકલ ફોર લોકલ' અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્કાય મોલ નજીક આવેલા રત્નકલા ગ્રાઉન્ડ ખાતે આજથી ૫ નવેમ્બર, ૨૦૨૬ સુધી 'સ્વદેશી મેળો' ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

આ મેળાનો શુભારંભ પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા, મંત્રી કાંતિભાઈ અમૃતિયા, મેયર ઉત્તમ સુરાણી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા અને કમિશ્નર સંગીતા રૈયાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં થયો હતો. આ પ્રસંગે 'વિકાસ વાટિકા' પુસ્તકનું વિમોચન કરાયું હતું તેમજ અનુપમ યોગ મંડળની બહેનો દ્વારા પ્રસ્તુત યોગ નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

મોરબીમાં 'સર્જનથી સમૃદ્ધિ' થીમ પર ભવ્ય 'સ્વદેશી મેળો' શરૂ: સ્થાનિક હસ્તકલા અને સંસ્કૃતિનો અનોખો સંગમ
મોરબીમાં 'સર્જનથી સમૃદ્ધિ' થીમ પર ભવ્ય 'સ્વદેશી મેળો' શરૂ: સ્થાનિક હસ્તકલા અને સંસ્કૃતિનો અનોખો સંગમ

મેળામાં સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલી વિવિધ હસ્તકલા અને સ્થાનિક ચીજવસ્તુઓનું વેચાણ થશે. આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો, યોગ પ્રસ્તુતિ, મેજિક શો, લોક ડાયરો અને જનજાગૃતિ નાટકો પણ યોજાશે. મોરબી મહાનગરપાલિકા દ્વારા નગરજનોને મેળાની મુલાકાત લઈ સ્થાનિક કારીગરોને પ્રોત્સાહિત કરવા અનુરોધ કરાયો છે.
 

મોરબીમાં 'સર્જનથી સમૃદ્ધિ' થીમ પર ભવ્ય 'સ્વદેશી મેળો' શરૂ: સ્થાનિક હસ્તકલા અને સંસ્કૃતિનો અનોખો સંગમ