Wednesday - Jun 10, 2026

મોરબીમાં 'વરિયા પ્રજાપતિ પ્રીમીયર લીગ સિઝન-૨' ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન.

મોરબીમાં 'વરિયા પ્રજાપતિ પ્રીમીયર લીગ સિઝન-૨' ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન.

મોરબી: મોરબીના વરિયા પ્રજાપતિ યુવા ગ્રુપ દ્વારા સમાજના યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધારવાના હેતુથી વરિયા પ્રજાપતિ પ્રીમીયર લીગ સિઝન-૨ (VPPL) ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

​આ ટુર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો અને ક્લોઝિંગ સેરેમની આગામી ૮ માર્ચ ૨૦૨૬, રવિવારના રોજ યોજાવા જઈ રહી છે. આ ભવ્ય રમતગમતનો કાર્યક્રમ નાગડાવાસ ખાતે આવેલા મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાશે.

​કાર્યક્રમની રૂપરેખા નીચે મુજબ રહેશે.

મોરબીમાં 'વરિયા પ્રજાપતિ પ્રીમીયર લીગ સિઝન-૨' ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન.

​ભોજન સમારંભ: સાંજે ૭:૦૦ કલાકે

​ક્લોઝિંગ સેરેમની અને ફાઈનલ મેચ: રાત્રે ૧૦:૦૦ કલાકે

આ ખાસ આયોજનમાં ​આયોજક 'વરિયા પ્રજાપતિ યુવા ગ્રુપ - મોરબી' દ્વારા ક્રિકેટપ્રેમીઓ અને આમંત્રિત મહેમાનોને ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.