Thursday - Jul 02, 2026

ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન

ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન

મોરબી: મોરબીના ઘુંટુ ગામે સ્વ. ઓધવજીભાઈ જીવાભાઈ પરેચા અને સ્વ. છબીબેન ઓધવજીભાઈ પરેચાના પુણ્યાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન અવસરે જાણીતા કથાકાર શાસ્ત્રી શ્રી વિષ્ણુબાપુ દાણીધારીયા પોતાની સંગીતમય શૈલીમાં ભક્તોને શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવશે.

​આગામી તા. 02-04-2026 થી શરૂ થનારી આ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ તા. 08-04-2026 ના રોજ થશે. કથા શ્રવણનો સમય દરરોજ સવારે 09:00 થી 12:00 અને બપોરે 03:00 થી 06:00 સુધીનો રહેશે. કથા દરમિયાન કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ સહિતના તમામ પ્રસંગોની ભારે હર્ષોલ્લાસ અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત, દરરોજ બપોરે કથા વિરામ બાદ ભક્તો માટે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

રાત્રિ કાર્યક્રમ (ભજન-સંતવાણી):

ધાર્મિક મહોત્સવ અંતર્ગત રાત્રિના સમયે ભજન અને સંતવાણીના ભવ્ય કાર્યક્રમો યોજાશે, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો પોતાની કલા પીરસશે:

  • તા. 02-04-2026: જયદેવ ગોસાઈ અને હર્ષદ પટેલ
  • તા. 04-04-2026: મયુર દવે અને હર્ષદ પટેલ
  • તા. 07-04-2026: જયદીપ સોની અને દિપકબાપુ હરિયાણી

કથા સ્થળ: શ્રી સી. એન. પટેલ વિદ્યાલય, પરેચા પરિવાર મંદિરની સામે, ઘુંટુ.

​આ પાવન અવસરે સમસ્ત ધર્મપ્રેમી જનતાને કથા શ્રવણ અને મહાપ્રસાદનો રૂડો લાભ લેવા આયોજક શ્રી પીતાંબરભાઈ ઓધવજીભાઈ પરેચા તથા શ્રી વિનોદભાઈ પીતાંબરભાઈ પરેચા દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.