મોરબી : મોરબી જિલ્લામાં હવે વિધિવત ચોમાસું બેસી ગયું હોય એમ ગતરાત્રીથી સાર્વત્રિક વરસાદ પડ્યો હતો અને ગઈકાલે રાત્રી મેઘો મંડાયા બાદ આજે દિવસભર વરસાદ પડી રહ્યો છે. જેમાં મોરબી જિલ્લામાં ગઈકાલે સાંજે 6થી આજે સવારે 6 સુધીનો વરસાદ જોઈએ તો ટંકારા 100 મિમી, માળીયા 46મીમી, મોરબી 124મીમી, વાંકાનેર 57 મીમી હળવદ 89 મીમી મળી કુલ 416 મીમી વરસાદ પડ્યો હતો અને આજે પણ દિવસભર વરસાદ ચાલુ રહ્યો છે. આ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સવારથી અવિરત મેઘસવારી યથાવત છે. જેમાં સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન વાંકાનેરમાં સવા ઇંચ વરસાદ પડ્યો હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. જ્યારે મોરબી, માળિયા, ટંકારા અને હળવદમાં ઝરમર વરસાદ પડ્યો છે.