ખાનગી હોસ્પિટલમાં હજારોનો ખર્ચ થતી તપાસ તદ્દન મફત: ઇન્ડિયન લાયોનેસ ક્લબ, પાટીદાર વુમન્સ પાવર અને શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્રની સંયુક્ત પહેલ.
મોરબી: મોરબી શહેરમાં સેવાકીય ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહેતી સંસ્થાઓ દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. 'ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી', 'પાટીદાર વુમન્સ પાવર' અને 'શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર' ના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ ૦૬/૦૨/૨૦૨૬ ના રોજ ભાઈઓ અને બહેનો માટે કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આજના સમયમાં કેન્સર જેવા ગંભીર રોગોનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે વહેલા નિદાન દ્વારા આ રોગને મ્હાત આપી શકાય છે. સામાન્ય રીતે પ્રાઇવેટ હોસ્પિટલોમાં કેન્સર સ્ક્રિનિંગનો ખર્ચ અંદાજે ૪,૦૦૦ થી ૫,૦૦૦ રૂપિયા જેટલો થતો હોય છે. પરંતુ, મોરબીની જનતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ ત્રણેય સંસ્થાઓ દ્વારા આ નિદાન તદ્દન ફ્રી (નિઃશુલ્ક) કરવામાં આવશે.
આ કેમ્પમાં મુખ્યત્વે નીચે મુજબના કેન્સરનું સ્ક્રિનિંગ કરવામાં આવશે:
સ્તન કેન્સર,ગર્ભાશયના મુખનું કેન્સર, મોઢાનું કેન્સર.
સ્થળ અને સમય:
આ કેમ્પ આદર્શ સ્કૂલ, આદર્શ સોસાયટી, સરદાર બાગ પાછળ, મોરબી ખાતે યોજાશે.
ખાસ નોંધ: આ કેમ્પમાં માત્ર ૧૦૦ વ્યક્તિઓ ને જ લાભ આપવામાં આવશે. તેથી, "વહેલા તે પહેલાના ધોરણે" રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જરૂરિયાતમંદ નાગરિકોએ સમયસર રજીસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ છે.
રજીસ્ટ્રેશન માટે સંપર્ક:
કેમ્પમાં ભાગ લેવા માટે નીચે આપેલા મોબાઈલ નંબર પર કોલ કરીને અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે:
કાજલબેન આદ્રોજા: 98795 32457
શોભનાબા ઝાલા: 99793 29837
આશાબેન ભાલોડીયા: 99252 45023
ડોક્ટર અંકિતા પટેલ: 81417 66804
મયુરીબેન કોટેચા: 92759 51954
સાધનાબેન ઘોડાસરા: 79842 61599
મનીષાબેન ગણાત્રા: 82382 82420
હીનાબેન પરમાર: 98259 30156
આ કેમ્પ મોરબીના ભાઈઓ અને બહેનો માટે આશીર્વાદ સમાન સાબિત થશે, જેમાં તેઓ પોતાના સ્વાસ્થ્યને લગતા મોટા પડકારોનું વહેલાસર નિદાન કરાવી સ્વસ્થ જીવન તરફ આગળ વધી શકશે.