Saturday - Apr 25, 2026

વિરપર નજીક વૃદ્ધ પાસેથી સોનાની માળા બઠાવી જનાર ગઠિયો ઝડપાયો

વિરપર નજીક વૃદ્ધ પાસેથી સોનાની માળા બઠાવી જનાર ગઠિયો ઝડપાયો

 મોરબીના ભંભોળની વાડી વિસ્તારમાં યોગેશ્વર નગરમાં રહેતા વ્રજલાલભાઈ નવઘણભાઈ નકુમ ઉ.71 નામના વૃદ્ધ તા.22 સપ્ટેમ્બરના રોજ હડમતીયા ગામે આવેલ પોતાની વાડીએ જતા હતા ત્યારે વિરપર નજીક હાઇવે ઉપર સાધુ જેવા શખ્સે તેમને ઉભા રાખ્યા હતા અને ગળામાં પહેરેલ સોનાની બે તોલા વજનની રુદ્રાક્ષની માળા જોઈ કહ્યું હતું કે, તમારી માળા કાળી પડી ગઈ છે. રુદ્રાક્ષની માળા હંમેશા ચોખી રાખીને જ પહેરાય તેમ કહી માળા પોતાને સાફ કરવા આપી દેવા જણાવ્યું હતું. માળા સાફ કરવાના પૈસા બાદમાં આપવાનું કહી વૃદ્ધને લાલચમાં લેતા વૃદ્ધે બે તોલા વજનની સોનાની માળા આપી દેતા ગઠિયો ફરાર થઇ જતા બનાવ અંગે ટંકારા પોલીસે ગુનો નોંધી આરોપી જાગાનાથ ભાલનાથ પરમારને સોનાની માળા સાથે ઝડપી લીધો હતો.