Monday - Apr 27, 2026

મોરબીની વીસી હાઈસ્કૂલમાં મજાક કરવા બાબતે વિદ્યાર્થીઓ વચ્ચેનો ઝઘડો પોલીસમાં પહોંચ્યો

મોરબીની વીસી હાઈસ્કૂલમાં મજાક કરવા બાબતે વિદ્યાર્થીઓ વચ્ચેનો ઝઘડો પોલીસમાં પહોંચ્યો

મોરબીની વીસી હાઈસ્કૂલના અભ્યાસ કરતા તરુણને બે સહપાઠી વિદ્યાર્થીઓએ અન્ય તરુણ સાથે મિત્રતા નહિ રાખવા તેમજ મશ્કરી નહિ કરવાનું કહી વગર વાંકે માથામાં કપાળના ભાગે તેમજ વાસામાં હાથમાં પહેરેલ કડું ફટકારી ઢીકા પાટુનો માર મારતા તરુણને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો, બનાવ અંગે ભોગ બનનાર તરુણના પિતાની ફરિયાદને આધારે બે તરુણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના રફાળેશ્વરમા રહેતા અશોકભાઈ જેસિંગભાઈ અઘારાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો પુત્ર વીસી હાઈસ્કૂલમા ધોરણ 11મા અભ્યાસ કરી રહ્યો છે. જ્યાં ગઈકાલે તેના મિત્ર સાથે રિશેષમાં જતા આ સમયે ધોરણ 11માં જ અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓએ તેમના પુત્રને અન્ય વિદ્યાર્થી સાથે મિત્રતા નહિ રાખવા અને મશ્કરી નહિ કરવા જણાવી કપાળમાં તેમજ વાસામા હાથમાં પહેરેલ કડું ફટકારી દઈ ઢીકા પાટુનો માર મારી ઇજાઓ પહોંચાડતા શાળાના બે શિક્ષકો તેમના પુત્રને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. આ ગંભીર બનાવ મામલે પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ બન્ને તરુણ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.