મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ક્રિકેટ મેચના સટ્ટાની કાર્યવાહી દરમિયાન આરોપીની આગવી ઢબે પૂછતાછ કરતા એક ગોડાઉનમાંથી ગાંજો ફૂંકવા માટે ઉપયોગમાં લેવાતી પ્રતિબંધિત ગોગો સ્ટીકનો જંગી જથ્થો મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસ કાયદા મુજબ કાર્યવાહી કરી હતી.
મોરબી એ ડિવિઝન પોલીસે શારદા સોસાયટીમાં કોહિનૂર કોમ્પ્લેક્સ નજીક ક્રિકેટ સટ્ટો રમતા ઝડપાયેલા આરોપી મોસીન ઉમેદભાઈ વલિયાણી ઉ.વ.36 વાળાને અટકાયતમાં લઈ પૂછતાછ કરતા આરોપી પાસે પ્રતિબંધિત ગોગો સ્ટીકનો જથ્થો પડ્યો હોવાનું કબુલતા પોલીસે ગોડાઉન ચેક કરતા ગોડાઉનમાંથી ગોગો સ્ટીકના 10 બોક્સ કિમત રૂ.4000 મળી આવતા પોલીસે બીએનએસ કાયદા મુજબ કાર્યવાહી કરી હતી.