મોરબી : માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા નજીક ગત તા.17ના રોજ બપોરના સમયે જીજે - 36 - ડી - 3399 નંબરનું બાઈક લઈને જઈ રહેલા ભરતસિંહ દાદુભા જાડેજા ઉ.વ.51નું બાઈક સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.