Monday - May 04, 2026

મોરબીમાં બિરસા મુંડાની જન્મ જયંતી નિમિતે રૂ.૧૪.૪૭ કરોડના વિકાસકામોની ભેટ

મોરબીમાં બિરસા મુંડાની જન્મ જયંતી નિમિતે રૂ.૧૪.૪૭ કરોડના વિકાસકામોની ભેટ

રૂ.૩૯૭.૩૦ લાખના ૨૭ કામોનું ખાતમુહૂર્ત અને રૂ.૧૦૪૯.૭૬ લાખના ૫૪ કામોનું લોકાર્પણ કરાયું

મોરબી : બિરસા મુંડાની ૧૫૦ જન્મ જયંતીની ઉજવણી નિમિતે મોરબી જિલ્લામાં આજે પંચમુખી હનુમાનજી, વેજીટેબલ રોડ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાને ૧૪૪૭ લાખથી વધુની રકમના ૮૧ વિકાસ કામોની ભેટ મળી છે. આ વિકાસ કામોમાં ૩૯૭.૩૦ લાખના ૨૭ કામોનું ખાતમુહૂર્ત અને ૧૦૪૯.૭૬ લાખના ૫૪ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મોરબી ખાતે યોજાનાર બિરસા મુંડાની જન્મ જયંતીના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મોરબી તાલુકા પંચાયત હસ્તકના અંદાજે રૂ. ૭૫ લાખથી વધુ રકમના ૨૩ કામોનું ખાતમુહૂર્ત અને રૂ. ૧૧૦ લાખથી વધુ રકમના ૩૭ કામોનું લોકાર્પણ કરાયું છે. તેમજ આરોગ્ય વિભાગના અંદાજે રૂ. ૯૩૯ લાખથી વધુ રકમના ૧૭ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તથા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના અંદાજે રૂ. ૩૨૨ લાખના ૪ કામોનું ખાતમુહૂર્ત કરાયું છે. કાર્યક્રમમાં આદિજાતિ સમુદાયના રમતવીરો, ખેલાડીઓ અને સફળ વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.