Saturday - Nov 07, 2026

દિવાળીના બોનસમાં એક્સપોર્ટ કંપનીના કર્મચારીઓને 50 લાખના વીમા કવચ સાથે નવા સ્કૂટરની ભેટ

દિવાળીના બોનસમાં એક્સપોર્ટ કંપનીના કર્મચારીઓને 50 લાખના વીમા કવચ સાથે નવા સ્કૂટરની ભેટ

મોરબીના વિશ્વાસ એક્સપોર્ટના માલિકની કર્મચારીઓ પ્રત્યેની અનોખી લાગણી : કર્મચારીઓની ખુશી સાથે પરિવારની સુરક્ષાને પણ આપી પ્રાથમિકતા

મોરબી : દિવાળીના પર્વે સામાન્ય રીતે કંપનીઓ દ્વારા કર્મચારીઓને બોનસ કે ભેટ આપવામાં આવતી હોય છે, ત્યારે મોરબીના મહેન્દ્રનગર ગામના વતની અને વિશ્વાસ એક્સપોર્ટના માલિક રાજ ગોધવિયાએ કર્મચારીઓ પ્રત્યેની લાગણી અને સામાજિક જવાબદારીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે દિવાળીના બોનસરૂપે પોતાના સ્ટાફને રૂ.50 લાખના વીમા કવચ સાથે નવી એક્ટિવા ભેટ આપીને કર્મચારીઓની ખુશી ઉપરાંત તેમના પરિવારની સુરક્ષાને પણ પ્રાથમિકતા આપી છે.
 

દિવાળીના બોનસમાં એક્સપોર્ટ કંપનીના કર્મચારીઓને 50 લાખના વીમા કવચ સાથે નવા સ્કૂટરની ભેટ

રાજ ગોધવિયાની આ પહેલ માત્ર દિવાળીની ભેટ પૂરતી સીમિત નથી, પરંતુ કર્મચારીઓને પરિવારના સભ્ય સમાન ગણી તેમની સુખાકારી અને ભવિષ્યની સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. એક તરફ નવી એક્ટિવાની ભેટથી કર્મચારીઓમાં ખુશીનો માહોલ સર્જાયો છે, તો બીજી તરફ રૂ.50 લાખના વીમા કવચથી તેમના પરિવારને આર્થિક સુરક્ષાનું મહત્વપૂર્ણ બળ મળ્યું છે.

કંપનીના વિકાસમાં કર્મચારીઓના પરિશ્રમ અને યોગદાનનું મહત્વ સમજીને તેમને ખુશી આપવાની સાથે પરિવારની ચિંતા કરતું આ ઉદાહરણ ઉદ્યોગજગત માટે પણ પ્રેરણારૂપ બની રહ્યું છે. સાચી સમૃદ્ધિ માત્ર પોતાનો વિકાસ કરવામાં નહીં, પરંતુ પોતાની સાથે જોડાયેલા લોકોના જીવનમાં ખુશી અને સુરક્ષા લાવવામાં છે, તે વાત રાજ ગોધવિયાની આ પહેલે સાર્થક કરી છે.