Wednesday - Apr 22, 2026

મોરબીમાં ગેસના ટેન્કરમાંથી ગેસ ચોરીના કોભાંડનો પર્દાફાશ, ૨૬.૫૭ લાખની માલમત્તા કબજે

મોરબીમાં ગેસના ટેન્કરમાંથી ગેસ ચોરીના કોભાંડનો પર્દાફાશ, ૨૬.૫૭ લાખની માલમત્તા કબજે

ગેસ ટેન્કરના ચાલક સહીત ત્રણ વિરુદ્ધ ગુનો  દાખલ

મોરબી ; મોરબી નજીક ગેસ ભરેલ ટેન્કરમાંથી ગેરકાયદે ગેસ કટિંગ કરવાના કોભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ટેન્કર ચાલક સાથે સાંઠગાંઠ કરી અન્ય શખ્સોએ માણસની જિંદગી જોખમાય તે રીતે ગેસ ટેન્કરમાંથી પ્રોપેન ગેસ કાઢતા હોવાની બાતમીને આધારે પોલીસે સ્થળ પર રેડ કરી ૨૬.૫૭ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપીઓ નાસી જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસમાં ફરજ બજાવતા વનરાજભાઈ ચાવડાએ આરોપીઓ ગેસ ટેન્કર એનએ ૦૧ એલ ૫૪૬૫ ના ચાલક, સેતાનકુમાર સુર્જનરામ બાંગડવા અને માધવ મીની ઓઈલ મિલના કબ્જા ભોગવટો ધરાવનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન ગાળા ગામની સીમમાં આવેલ સુખસાગર હોટેલના કમ્પાઉન્ડમાં ગેસ ટેન્કરમાંથી પાઈપ વાટે શંકાસ્પદ રીતે ચોરી કરતા હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પર રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી ટેન્કર એનએલ ૦૧ એલ ૫૪૬૪ મળી આવ્યું હતું જે ટેન્કર પાછળના ભાગે વાલ્વ બોક્સમાં ૩ વાલ્વ આવેલ હોય જેમાં એક વાલ્વમાં એક કાળી નીપલવાળી પાઈપ લગાવેલ જોવા મળી હતી જેના વડે ચોરી કરવામાં આવતી હતી


ટેન્કર વાલ્વ ખુલ્લો હોય અને પાઈપ મારફતે બે ગેસના સીલીન્ડરમાં ગેસ ભરાવવાની પ્રક્રિયા ચાલુ હોય જેથી પાઈપના વાલ્વ બંધ કરી ટેન્કર સાથે પાઈપ બંને તરફથી છોડાવી જીલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવામાં આવી હતી અને સ્થળ પરથી અલગ અલગ કંપનીના નાના મોટા ગેસ સીલીન્ડર જોવા મળ્યા હતા જેમાં ૧૧ મોટા સીલીન્ડર ભરેલા અને નાના સીલીન્ડર નંગ ૦૯ મળી આવ્યા હતા ખાલી ૨૭ સીલીન્ડર, તેમજ ખાલી સીલીન્ડર સહીત કુ ૫૦ નંગ સીલીન્ડર કીમત રૂ ૧ લાખ મળી આવતા કબજે લીધા હતા. પોલીસે સ્થળ પરથી નાના મોટા ૫૦ સીલીન્ડર કીમત રૂ ૧ લાખ, લોખંડ નીપલ, પાઈપ, વજન કાંટો મોટરસાયકલ જીજે ૩૯ એન ૯૯૧૫ કીમત રૂ ૨૦ હજાર અને ગેસ ટેન્કર પ્રોપેન ગેસ સહીત મળીને કુલ રૂ ૨૬,૫૭,૩૫૭ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.