મોરબી : મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા માળીયા શાખા નહેરની સાંકળ 97.661 કિ.મી. પર આવેલા હળવદ- ટીકર- જુના ઘાંટીલાને જોડતો MDRB (વિલેજ બ્રીજ) સ્ટ્રકચરની મરામતની કામગીરી આગામી 6 મહિના સુધી ચાલુ રહેશે. તેથી આગામી તા. 13-01-2025 સુધી આ બ્રીજ પર વાહન વ્યવહાર બંધ કરવા જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરી, મોરબી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.