મોરબીના પોષ એરિયા અને કોમોશિયલ વિસ્તાર ખાસ તો ખાણી પીણી વિસ્તાર ગણાતા રવાપર રોડ ઉપર પ્રખ્યાત કાનાભાઈ દાબેલીવાળાની બાજુની શેરી દાઉદી પ્લોટ શેરી નબર ૧માં વાહન તો ઠીક ચાલીને પણ જઈ ન શકાય તે હદે કચરાના ડુંગર ખડકાયા છે.આ રસ્તા ઉપર રહેણાંક વિસ્તાર તેમજ ખાણી પીણીની લારીઓ, કેબીનો છે. સામાન્ય લોકો રોજગારી મેળવે છે. પણ આ શેરીને કેટલાક લોકોએ કચરા ટોપલી જ નહીં પણ ડંપિંગ સેન્ટર બનાવી દીધું હોય એમ માથું ભમી જાય તે હદે કચરાના ગંજ ખડકાયા છે. ઘણા લોકો અહીં નાસ્તો કરવા આવે છે સાથે માંદગી ફ્રીમાં લઇ જાય છે. જો કે ઘણીવાર તંત્ર આ લારીઓને દંડ ફટકારે અને ડિટેઇન કરાવે છે. એના બદલે સામાન્ય લોકોનો ધંધો ચાલે અને કચરો પણ કોઈ ન નાખે એવા તંત્ર પગલાં ભરે તેવી સ્થાનિકોની માંગ છે.