Friday - May 08, 2026

મોરબીમાં છોટાહાથીની હડફેટે બાઇક ચાલકનું યુવાનનું મોત

મોરબીમાં છોટાહાથીની હડફેટે બાઇક ચાલકનું યુવાનનું મોત

મોરબીના નાની વાવડી રોડ ઉપર બાઇક લઈને પસાર થઈ રહેલા યુવાનને છોટાહાથી વાહનના ચાલકે ટક્કર મારતા યુવાન રસ્તા ઉપર નીચે પટકાતા તેને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું.

મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં ટંકારામાં આવેલ સ્લોગન વેલા સોસાયટી ખાતે રહેતા ઉમેદસિંહ લક્ષ્મણસિંહ ભાટીંએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છોટા હાથી નંબર જીજે 36 વી 0973 ના ચાલક સામે ફરિયાદ નોંધાવે છે કે, તેનો પિતરાઈ ભાઈ રાજેન્દ્રસિંહ મદનસિંહ ભાટી (ઉ.વ.30) રહે. નાની વાવડી વાળો તેનું બાઈક નંબર આરજે 21 બીએસ 5721 લઈને મોરબીના વાવડી રોડ ઉપર આવેલ નાયરાના પેટ્રોલ પંપ બાજુમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે છોટા હાથીના ચાલકે તેના બાઈકને ટક્કર મારી હતી જેથી ફરિયાદીનો પિતરાઇ ભાઈ રસ્તા ઉપર નીચે પટકાતા તેને માથા અને છાતીમાં જમણી બાજુએ તથા શરીરે ઇજાઓ થયેલ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું.