Friday - May 01, 2026

મોરબીમાં અગલે બરસ તુમ જલ્દી આના નાદ સાથે ગણેશજીને ભાવભીની વિદાય

મોરબીમાં અગલે બરસ તુમ જલ્દી આના નાદ સાથે ગણેશજીને ભાવભીની વિદાય

મોરબી : મોરબીમાં શેરી, ગલી, મહોલ્લા સહિત  ઠેરઠેર ગણપતિ બાપાના ભવ્ય આયોજન થતા દસ દિવસ સુધી લોકોએ દસેય આંગળીએ પૂજ્યા બાદ આજે અગિયારમાં દિવસે વિઘ્નહર્તાની વિદાયની ઘડી આવી પહોંચતા દરેક વિસ્તારોમાંથી ગણપતિ દાદાની મૂર્તિ સાથે વાજતે ગાજતે વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. જો કે વ્યક્તિગત ગણપતિ વિસર્જનની મનાઈ કરીને નગરપાલિકા દ્વારા આયોજિત ચાર સ્થળો પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ગર્લ્સ હાઇસ્કુલ, શનાળા રોડ સ્કાય મોલ ખાતે, એલ.ઈ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મૂર્તિ એકત્રિત કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોએ વાજતે ગાજતે ભવ્ય વિસર્જન યાત્રા કાઢી છેલ્લી આરતી અને પૂજન કર્યા બાદ ગણપતિની મૂર્તિને નગરપાલિકાને વિસર્જન માટે સોંપી દીધી હતી.નગરપાલિકા તંત્ર દ્વારા ચારેય સ્થળેથી ગણેશજીની મૂર્તિઓ એકત્ર કરી સામાકાંઠે પીકનીક સેન્ટર ખાતે બનાવેલા પાણીના કુંડમાં ક્રેઇન વડે એક પછી એક એમ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા 300 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું અને મોડે સુધી આ કામગીરી ચાલુ રહી હતી. આ સમગ્ર કામગીરી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.

મોરબીમાં અગલે બરસ તુમ જલ્દી આના નાદ સાથે ગણેશજીને ભાવભીની વિદાય