મોરબી : મોરબીમાં પટેલ ગ્રૂપ તા.7ના રોજ દ્વારા રવાપર ઘુનડા રોડ ઉપર રામેશ્વર પાર્ટી પ્લોટમાં ગણેશ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યુ છે. આ વખતે ચારધામની થીમ ઉપર ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 12 જ્યોતિલિંગના અદભુત દર્શન કરવાનો લ્હાવો મળશે. દર વખતે લોકોને આ ગણેશ મહોત્સવ જોવા માટે અડધી કલાકનો સમય થશે. પરંતુ આ વખતે ચારધામની થીમ, 12 જ્યોતિલીગ અને બાળકો માટે રમવાનું એટલે ભક્તિ સાથે મનોરંજનનું વિશેષ આકર્ષણ હોય ગણેશ મહોત્સવ જોવા લોકોને એક કલાકનો સમય લાગશે. આ વખતે સૌથી મોટી 15 ફૂટની ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. આ ભવ્ય ગણેશ મહોત્સવની તૈયારીમાં 15 વર્ષના ટાબરિયાથી માંડીને 50 લોકોની ટિમ જોડાય છે.