Sunday - May 03, 2026

મોરબીમાં ખાડાના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા ઢોલ-નગારા વગાડી અનોખું વિરોધ પ્રદર્શન

મોરબીમાં ખાડાના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા ઢોલ-નગારા વગાડી અનોખું વિરોધ પ્રદર્શન

મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ નવાડેલા રોડ પર મસ મોટા ખાડા પડી જતા વાહન ચાલકો ઉપર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે 20 જેટલા વાહન ચાલકો આ ખાડામાં પડી ગયા હતા. આ ત્રણ વર્ષ જૂનો પ્રશ્ન છે અહી ભૂગર્ભ પણ છલકાઈ રહી છે. જે બાબતે અનેક વખત પાલિકામાં આ અંગે રજૂઆત કરવામાં આવી છે. પાલિકા દ્વારા માત્ર મોરમ નાખીને કામ ચલાવવામાં આવી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે જો રોડ ઊંચો કરવામાં આવે તો આ સમસ્યાનું કાયમી નિરાકરણ થઈ શકે તેમ છે. ત્યારે આ પ્રશ્નનું સમાધાન ન થતા આજે વેપારીઓએ કોંગ્રેસને સાથે રાખીને ઢોલ નગારા વગાડીને વેપારીઓ અને કોંગ્રેસના નેતાઓ મોરબી નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. પરંતુ ત્યાં ચીફ ઓફિસર હાજર ન હોય જ્યાં સુધી ચીફ ઓફિસર ન આવે ત્યાં સુધી બેસી રહેવા જણાવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ ધારાસભ્ય અને અધિકારીઓ હાજર રહેતા ન હોય અને ખોટી પ્રસિદ્ધ મેળવવા વIડિયો બનાવી કામ કરી રહ્યાનો ખોટા દાવા કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

મોરબીમાં ખાડાના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા ઢોલ-નગારા વગાડી અનોખું વિરોધ પ્રદર્શન