મોરબીના વૈભવી વિસ્તાર એસપી રોડ ઉપર યુવા ટિમ દ્વારા સતત બીજા વર્ષે ભવ્ય રીતે મયુર નગરી કા રાજા નામના ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મયુર નગરી કા રાજામાં દદરોજ વિધ્નહર્તાની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે.દરરોજ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડીને ગણેશજીની ભક્તિ અને રાસ ગરબા તેમજ વિશેષ આકર્ષણોનો લાભ લઇ રહ્યા છે. ગણેશજી ભક્તિ કરવામાં યુવા વર્ગ પણ આગળ આવ્યો છે અને મોટી સંખ્યા યુવાનો પણ ગૌરી નંદનના દર્શનનો લાભ લઇ રહ્યા છે. આ મયુર નગરી કા રાજામાં ભગવાન ગણેશને પ્રિય મોદકનો પ્રસાદ ઘરીને લોકોને પણ પ્રસાદ આપવામાં આવી રહ્યો છે.મયુર નગરી કા રાજામાં ગણેશ ભક્તિનો રંગ ઘૂંટાયો છે.