Sunday - May 24, 2026

વાંકાનેરના હસનપર ગામના સ્મશાન પાસે જુગારના અખાડા ઉપર દરોડો, 6 રૂ.1,09 લાખ સાથે ઝડપાયા

વાંકાનેરના હસનપર ગામના સ્મશાન પાસે જુગારના અખાડા ઉપર દરોડો, 6 રૂ.1,09 લાખ સાથે ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન હસનપર ગામના સ્મશાન પાસે જુગારની મહેફિલ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા છ આરોપીઓને ઝડપી લીધા હતા.જો કે, દરોડા સમયે નાસભાગ મચી જતા એક આરોપી નાસી ગયો હતો.જુગારના પટ્ટમાંથી પોલીસે રૂ.1,09,330 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

વાંકાનેર સીટી પોલીસ ટીમે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન હસનપર ગામના સ્મશાન પાસે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી વિપુલભાઇ ઠાકરશીભાઇ મિરાણી, રહે-ભાટીયા સોસાયટી, કાનાભાઇ છેલાભાઇ સરૈયા રહે-હશનપર, રમેશભાઇ ધીરૂભાઇ સાટકા રહે- શક્તિપરા હશનપર, સુનિલભાઇ શંકરભાઇ સારલા રહે- નવાપરા, હર્ષદભાઇ છગનભાઇ સુસરા, રહે- હશનપર અને સાગર ઉર્ફે હડો ભુપતભાઇ ધોળકીયા રહે-મીલ પ્લોટ, ડબલચાલી, વાંકાનેર વાળાઓને રોકડા રૂપિયા 1,09,330 સાથે ઝડપી લીધા હતા. જો કે, દરોડા સમયે આરોપી હકાભાઇ ઉર્ફે સીંધાભાઇ સતાભાઇ મુંધવા રહે- હસનપર વાળો નાસી જતા પોલીસે સાતેય વિરુદ્ધ જુગારધારા મુજબ ગુન્હો નોંધી નાસી ગયેલા આરોપીને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.