મોરબીના લીલાપર રોડ ઉપર લીલાપર ગામની નજીક જ મંગળવારે બપોરના સમયે કિયા સેલટોસ કારમાં આગ લાગી હતી અને કાર સેન્ટ્રલ લોક થઇ જતા કારમાં બેઠેલા અજયભાઈ નાનજીભાઈ ગોપાણી ઉ.39 નામના યુવાન કારમાંથી બહાર ન નીકળી શકતા આગમાં જીવતા ભડથું થઇ ગયા હતા. આ કેસમાં પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચી કારમાંથી નમૂના લઇ તપાસ શરૂ કરી છે.