કોન્ટ્રાક્ટ એજન્સી આજે પગાર આપીશું અને કાલે આપીશું કહીને ઉઠા ભણાવતી હોવાની મહિલા સફાઈ કર્મીઓએ હૈયાવરાળ ઠાલવી
મોરબી : મોરબી મહાપાલિકામાં આજે સાંજે મહિલા સફાઈ કર્મીઓએ વેતન મામલે મોરચો માંડ્યો હતો. મહિલા સફાઈ કર્મીઓએ ડેપ્યુટી મ્યુનિ. કમિશનર સમક્ષ કોન્ટ્રાક્ટ એજન્સી પગાર ચૂકવવામાં તેમનું આર્થિક શોષણ કરતી હોવાની ઉગ્ર રજુઆત કરી હતી. જયારથી તેઓ મનપામાં સફાઈના કામે રહ્યા ત્યારથી ક્યારેય સમયસર પગાર થતો જ નથી. અમે ભાડે રહીએ છીએ, અમારા નાના છોકરા હોય હજુ ભણે છે. કોન્ટ્રાક્ટ એજન્સી સફાઈ કામ કરાવી લે છે.પણ એનું મહેનતાણુ ચુકવવામાં ભારે ઢીલ કરે છે.
મહિલા સફાઈ કર્મીઓએ વેદના ઠાલવી હતી કે, આજે પગાર કરીશું કાલે પગાર કરીશું એવા ખોટા વાયદા જ કરે છે. પીએક પણ કપાતો નથી. પગારની સ્લીપ નથી આપતા. તો તેમના કાયદેસરના હક્ક હિસ્સા ક્યાંથી મળશે. ચોપડે તેમનો પગાર 12,500 રૂપિયા બોલે છે. પણ હકીકતમાં એજન્સી મહિને આટલો પગાર આપતી જ નથી. માત્ર 8 કે 9 હજાર જ પગાર આપે છે. પૂરતો.પગાર ક્યારેય આપતા જ નથી. આમાં ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવવું ? પગાર નહિ થાય તો અમે કામ નહીં કરીએ એવી ચીમકી આપી છે. પગાર ટાઈમ ટુ ટાઈમ જોઈએ, 1થી 15 તારીખ સુધી પગાર થવો જોઈએ. તો જ અમે કામ પર કરીશું. છ મહિનાથી કામે ચડ્યા પણ ક્યાતેય ટાઈમસર પગાર થયો જ નથી. આ વખતે તો પોણા બે માસ થયા છતાં પગાર ચૂકવ્યો નથી. સામે ડે. કમિશનરે જણાવ્યું હતું કે, મહિલા સફાઈ કર્મીઓનો નવેમ્બર માસનો પગાર થયો નથી તેવી રજુઆત કરી હતી આથી સવારે જ એ એજન્સીને પગાર ચુકવાની સૂચના આપી દીધી હતી. તેમ છતાં પગાર નહિ ચૂકવ્યો હોય કે નિયમ મુજબ.પગાર નહિ આપતી હોય તો એ એજન્સીને બ્લેક લિસ્ટ કરાશે.