Saturday - Jul 04, 2026

બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યાના વિરોધમાં મોરબીમાં જિહાદી પૂતળાનું દહન

બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યાના વિરોધમાં મોરબીમાં જિહાદી પૂતળાનું દહન

મોરબી : બાંગ્લાદેશમાં દીપુ ચંદ્ર દાસ નામના નિર્દોષ હિન્દૂ યુવાનની ક્રૂર હત્યા કરવામાં આવતા સમગ્ર દેશમાં આ બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે આ યુવાનની હત્યાનો મોરબીમાં પણ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ ખાતે એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હિન્દુ આગેવાન ભગીરથ સિંહ રાઠોડના નેતૃત્વમાં અઢારે વર્ણના સ્થાનિકો સહિત બહાર રાજ્યોના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને જોરદાર સૂત્રોચ્ચાર અને નારાબાજી કરી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા સતત અત્યાચારો સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરાયો હતો. બાંગ્લાદેશમાં હિંસા કરતા જિહાદી માનસિકતાનું પૂતળું બનાવી જાહેરમાં તેનું દહન કર્યું હતું. તેમજ પ્રદર્શનકારીઓએ કેન્દ્ર સરકાર સમક્ષ કોઈપણ માધ્યમથી બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓને સુરક્ષિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી. સાથેસાથે મૃતક દીપુ ચંદ્ર દાસની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી.

બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યાના વિરોધમાં મોરબીમાં જિહાદી પૂતળાનું દહન
બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યાના વિરોધમાં મોરબીમાં જિહાદી પૂતળાનું દહન